જીએસટી ઇફેક્ટ : ટીવી, ફ્રીજ, એસીની કિંમતોમાં વધારો થશે

જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ કેટલીક ચીજવસ્તુઓ ઉપર સીધીરીતે અસર થઇ શકે છે. મળેલી માહિતી મુજબ ટેલિવિઝન, એરકન્ડીશન, વોશિંગ મશીન અને રેફ્રીજરેટરની કિંમતોમાં વધારો થઇ શકે છે. એક વર્ષમાં બે વખત વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. નવા ટેક્સ માળખાની ચર્ચા જાવા મળી રહી છે. વિડિયોકોન, પેનાસોનિક, એલજી અને વર્લપુલ જેવી કંપનીઓ જીએસટી વ્યવસ્થા હેઠળ વધારાના ટેક્સ બોજ પર લોકોને રાહત આપવાને લઇને મૂડમાં નથી. આ બોજ લોકો ઉપર ઝીંકી દેવાની તૈયારીમાં છે.

ઇન્પુટ ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. સાથે સાથે મટીરિયલ્સની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં ટીવી, ફ્રીજ અને એસીની કિંમતમાં વધારો થઇ શકે છે. સ્ટીલ, કોપર અને પ્લાસ્ટિકની કિંમતો ફેબ્રુઆરી બાદથી અવિરત વધી રહી છે. એસીના કન્પ્રોસર, ફ્રીજ માટેના કોમ્પ્રેસરમાં ચાર ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. ટીવી પેનલની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો થઇ ચુક્યો છે. માર્જિન પ્રેશરને ધ્યાનમાં લઇને કંપનીઓએ તહેવારની સિઝન સુધી કિેંમતોમાં વધારો કરવાની યોજનાને મોકૂફ કરી દીધી છે.

જાણકાર લોકોનું કહેવું છે કે જીએસટી વ્યવસ્થા હેઠળ કેટલાક ફેરફાર થઇ રહ્યા છે. વર્લપુલ ઓફ ઇન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ કપિલ અગ્રવાલનું કહેવું છે કે, સ્ટીલ, કોપર અને પ્લાસ્ટિકની ઉંચી કિંમતોની ગણતરી કરવામાં આવી રહી છે. આશા છે કે, આ વધારો આગામી મહિનામાં વધારે જાવા મળશે. મેન્યુફેક્ચર્સ માર્જિન દબાણ હેઠળ રહેલા છે. જીએસટી અસરકારક ટેક્સેસનમાં ચાર ટકા સુધીના વધારાના કારણે વધુ મુશ્કેલીમાં છે. પેનાસોનિક ઇન્ડિયાના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર મનિષ ગુપ્તાનું કહેવું છે કે, અમે ટીવી, રેફ્રીજરેટર, માઇક્રોવેવ ઓવનની કિંમતોમાં જીએસટીના કારણે ત્રણથી ચાર ટકાના વધારાની અપેક્ષા રાખી રહ્યાછે. જીએસટીના વધારાના બોજને લઇને કંપનીઓ પરેશાન છે.

વિડિયોકોન ૨.૫ ટકા સુધીનો વધારો કરવાની યોજના ધરાવે છે. ઘટકોની કિંમતોમાં સતત વધારો ડોલરની કિંમતમાં નજીવા ફેરફારના લીધે જાવા મળી રહી છે. અન્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બનાવતી કંપનીઓ પણ ભાવ વધારાને લઇને મેદાનમાં આવી ચુકી છે. આગામી દિવસોમાં કન્ઝ્યુમર ચીજવસ્તુઓ સામાન્ય લોકોને વધુ ખર્ચાળ સાબિત થઇ શકે છે. તહેવારની સિઝન નજીક આવી ચુકી છે ત્યારે જીએસટી વ્યવસ્થાના લીધે ચીજવસ્તુઓ અને ખાસ કરીને ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મન્શીન અને માઇક્રોવેવ ઓવનની કિંમતોમાં વધારો થશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope