રેલવે પણ હવે ગિવ ઇટ અપ કમ્પેન શરૂ કરવા માટે તૈયાર

પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી બોધપાઠ લઇને ભારતીય રેલવે પણ હવે ગીવ ઇટ અપ કમ્પેન શરૂ કરનાર છે. આના ભાગરૂપે રેલવે યાત્રીઓને તેમની ટ્રેન ટિકિટ પર સબસિડી જતી કરવા માટે વિકલ્પ આપશે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આવા જ મિશનને હાથ ધરવામાં આવ્યા બાદ તેને મોટી સફળતા હાથ લાગી હતી. આના ભાગરૂપે ૧૦.૫ મિલિયન ગેસ અથવા તો એલપીજી ધારકોએ તેમની સબસિડીને છોડી દીધી હતી. આના કારણે સરકારી તિજારીને ૪૦૦૦ કરોડનો સીધો ફાયદો થયો હતો.

આ ઘટનાક્રમ પર નજર રાખી રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે ઓગષ્ટથી આ સ્કીમ લોંચ કરવામાં આવનાર છે. આના મારફતે યાત્રીઓને તેમની ટ્રેન ટિકિટ પરની ૧૦૦ ટકા સબસિડી અથવા તો ૫૦ ટકા સબસિડી છોડી દેવા માટે વિકલ્પ આપવામાં આવશે. આ નિર્ણય સ્વેચ્છિક રહેશે. જે ટ્રેનના યાત્રીઓ પર છોડી દેવામાં આવનાર છે. રેલવેના કહેવા મુજબ રેલવે પ્રધાન સુરેશ પ્રભુને આ વિચાર આવ્યા બાદ આના પર વિચારણા હાથ ધરવામાં આવી હતી. એક ટ્રેનના યાત્રી અવતાર ક્રષ્ણ ખેરે વાસ્તવિક ભાડાની જુદી રકમ માટે આઇઆરસીટીસીના નામ પર એક ચેક પરત મોકલ્યો હતો. સબસિડીનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રેલવે પર વાર્ષિક આધાર પર જંગી સબસિડી બોજ ૩૦૦૦૦ કરોડનો રહ્યો છે.

રેલવેની બે નાણાંકીય સંસ્થાઓ સાથે વાતચીત પહેલાથી જ ચાલી રહી છે. જેમાં નેશનલ ઇન્સ્ટીટ્‌.ુટ ઓફ પબ્લિક ફાયનાન્સનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર રેલવેને કોર્પોરેટ અભિગમની જેમ ચલાવવા માંગે છે. રેલવે વર્ષ ૨૦૧૬-૧૭માં સૌથી નિરાશાજનક ઓપરેટિંગ રેશિયો ધરાવે છે. રેશિયો ૧૬ વર્ષમાં સૌથી નિરાશાજનક રહ્યો છે. સામાજિક બોજની અસરના કારણે સૌથી ખરાબ હાલત થઇ છે. સાતમા વેતન પંચના કારણે પણ આ સ્થિતી સર્જાઇ છે. ઓપરેટિંગ રેશિયો દરેક ૧૦૦ રૂપિયા પર ખર્ચ કરવામાં આવતી રકમ પર આધારિત રહે છે.

 
latest news
૧૦ ઇંચથી ઓછો વરસાદ હોય તેને અસરગ્રસ્ત વિસ્તાર ગણાશે

વિધાનસભા સત્રમાં ખેડુતોના હિતમાં નિર્ણય લેવાયો
અતિવૃષ્ટિ કે અનાવૃ...

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૨ કેસ : ૧૬નાં મોત થયા

૬,૧૮,૯૦૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કરાઈ
અત્યાર સુધીમાં ૩૩૫૫ લોકોના મૃ...

સસ્તા સોનાની લાલચે લૂંટ કરતી ટોળકીના સાત જબ્બે

રસ્તામાં સોનું આપવાની લાલચ આપી ફસાવતા હતા
સોનું લેવા માટે આવેલા ગ્ર...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope