જીએસટી બાદ એએમટીએસ-બીઆરટીએસ ભાડા નહીં વધે

દેશભરમાં આજે મધરાતથી જ જીએસટીનો અમલ શરૂ થઈ જશે આમછતાં પણ અમદાવાદ શહેરની એએમટીએસ-બીઆરટીએસમાં મુસાફરી કરવાવાળા મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે આ બંને સેવાઓ પર આર્થિક બોજા પડવા છતાં પણ ભાડાના દરોમાં કોઈ વધારો કરવામાં નહીં આવે.આ અંગે મળતી માહીતી અનુસાર, દેશભરમાં આજ મધરાતથી જીએસટીનો અમલ શરૂ થઈ જશે. સમાન કરવેરાનું માળખુ લાગુ કરવામાં આવી રહ્યુ છે જેના કારણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ હેઠળ સંસ્થાની માલિકીની જે બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામાં આવી છે તેવા કોન્ટ્રાકટરોને ત્રણ ટકા વધુ કર ચુકવવો પડવાનો હોઈ પહેલેથી જ આર્થિક ખાડામાં ઉતરી ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પર વધારાનો આર્થિક બોજા આવી પડશે. સત્તાવાર સૂત્રો તરફથી મળતી માહીતી અનુસાર, એએમટીએસની વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવી રહેલી બસોમાં રોજ છ થી સવા લાખ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.એએમટીએસની હાલ શહેરના વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવતી બસો પૈકી ૨૪૦ જેટલી બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપવામાં આવી છે. જીએસટીનો અમલ થયા બાદ કોન્ટ્રાકટરોને ચુકવવામાં આવતી બીલની રકમમાં વધારો થશે.હાલ ૧૫ ટકાના બદલે ૧૮ ટકા જીએસટી તંત્ર દ્વારા ચુકવવામાં આવનાર હોવાથી એએમટીએસની તિજારી ઉપર વાર્ષિક રૂપિયા ચાર કરોડનો વધારાનો આર્થિક બોજા પડશે.આમ છતાં પણ એએમટીએસ દ્વારા હાલના ભાડામાં કોઈ વધારો કરવામાં નહીં આવે.સાતમા પગાર પંચનો અમલ કરવામાં આવ્યા બાદ તંત્ર ઉપર રૂપિયા ૩૦ કરોડનો આર્થિક બોજા વધવા પામ્યો છે છતાં પણ ભાડાના દરોમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી એએમટીએસ દ્વારા લોનપેટે રૂપિયા ૩૦૨ કરોડ લેવામાં આવ્યા છે.આ સાથે જ બીઆરટીએસના હાલના ભાડામાં કોઈ વધારો કરવામાં નહીં આવે સૂત્રોનું કહેવું છે કે,આવનારા સમયમાં રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી આવી રહી હોઈ શાસકપક્ષ હાલ ભાડાના દરોમાં કોઈ વધારો કરવામાં નહીં આવે.
 
latest news
ગુજરાતથી ૭૦૦ ટ્રેન દ્વારા ૧૦ લાખથી વધુને વતન મોકલાયા

હજુ સુધી ૧૦ લાખ ૧૫ પરપ્રાંતિયોને રવાના કરાયા

ઉદ્યોગ-ધંધા, વેપાર, ...

દ્ગહ્લજીછ પરિવારોને ૨૭મીથી ફ્રીમાં અનાજ વિતરણ શરૂ થશે

મનપાના ૩.૩૨ લાખ પરિવારોને લાભ મળશે

રાજ્યમાં હજુ સુધી અમદાવાદ સિવા...

બોની કપૂરના ઘરમાં કોરોનાનો પગપેસારો હવે પ્રોડ્યુસર બોની કપૂરનો નોકર કોરોના પોઝિટિવ આવ્યો લોખંડવાલા કોમ્પલ...
Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope
ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કલાકારોએ મતદાર જાગૃતિ માટે ૧૬ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં રંગોળી તૈયાર કરી લિમ્કા બુક ઓફ વલ્ર્ડ રેકોડર્સમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગળ તસવીરો સાથે વાંચો મતદારો મતદાન માટે જાગો, વેજલપુરમાં ફલેગ માર્ચ યોજાઇ, વટેમાર્ગુઓની તરસ છીપાવવાનું સેવાકાર્ય અને સ્વિમિંગ પુલમાં તરવૈયાઓની મસ્તી.... ભરૂચમાં કલાકારોએ ૧૬ હજાર ચોરસ ફૂટની રંગોળી તૈયાર કરી ભરૂચના હોસ્ટેલ...Read More