એસ્સાર ઉપર ૪૫ હજાર કરોડથી પણ વધુનું દેવું છે

નાદારી અંગેની પ્રક્રિયાને પડકારતી એસ્સારની અરજીને ગુજરાત હાઈકોર્ટે આજે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે તેના ચુકાદામાં ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, એસ્સાર સ્ટીલ લિ. કંપની છેલ્લા બે વર્ષથી રૂ.૪૫ હજાર કરોડના દેવામાં છે. તેનું ગયા વર્ષનું એનપીએ જ રૂ.૩૨ હજાર કરોડ છે, જે તેના આગલા વર્ષે રૂ.૩૧હજાર કરોડથી વધુનું હતું. એ સ્પષ્ટ છે કે, એસ્સાર કંપનીનું કુલ દેવું રૂ.૪૫ હજાર કરોડથી પણ વધુનું છે. જેથી લેણદાર બેંકોને બંધારણીય આદેશ મુજબ, અદાલતી દરમ્યાનગીરી સિવાય કંપની વિરૂધ્ધ કાયદાનુસાર યોગ્ય કાર્યવાહી અને પગલા લેવાની છૂટ્ટી આપ્યા સિવાય બીજા કોઇ વિકલ્પ જ હવે રહ્યો નથી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, બેંકીગ કંપની બેકીંગ રેગ્યુલેશન એકટની કલમ-૩૫એએ હેઠળ આરબીઆઇના નિર્દેશ વિના ઇનસોલ્વન્સી પ્રોસીડીંગ્સ હાથ ધરી ના શકે તેવું ઠરાવી શકાય નહી અને તેથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કાર્યવાહી સામેની એસ્સારની દાદ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી. એવું પણ ના ઠરાવી શકાય કે, આરબીઆઇના નિર્દેશો સ્ટાન્ટર્ડ ચાર્ડર્ટ બેંકને બંધનકર્તા છે અને તેથી બેંકને અરજદાર કંપનીની રિસ્ટ્ર્‌કચરીંગ પ્રપોઝલને વિચારણામાં લેવી જ પડે કે જયારે અરજદાર એસ્સાર સ્ટીલ કંપનીએ ૨૫ વર્ષો બાદ તેના બાકી લ્હેણાં ચૂકવવાની શરૂઆત કરી અને તે પણ પાછા એક ટકા વ્યાજ સાથે. તેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની કાર્યવાહી સામેની એસ્સારની દાદ સ્વીકારી શકાય તેમ નથી. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, આરબીઆઇ દ્વારા જારી નિર્દેશો અને બેંકો દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી અયોગ્ય, અન્યાયી કે પક્ષપાતપૂર્ણ કહી શકાય નહી પરંતુ આરબીઆઇએ એ ખાસ જાવું જાઇએ કે, તેની તમામ સ્કીમ્સનો લાભ સૌને એકસમાન રીતે કોઇપણ પ્રકારના ભેદભાવ વિના મળે, તેથી એસ્સારની આરબીઆઇએ જારી કરેલા નિર્દેશોને રદબાતલ ઠરાવવાની દાદ પણ ગ્રાહ્ય રાખી શકાય નહી. હાઇકોર્ટે એ વાત પણ સ્પષ્ટ કરી કે, આઇબીસીની જાગવાઇઓ અમુક અંશે આકરી હશે પરંતુ તેનો સ્ટેચ્યુટનો હિસ્સો હજુ સુધી ગેરબંધારણીય ઠર્યો નથી અને તેથી તેનું પાલન થવું જરૂરી છે અને સંબંધિત તમામ લોકોને બંધારણીય ફરજ તરીકે તે લાગુ પડે છે. આ સંજાગોમાં વહીવટીતંત્રના કોઇપણ દબાણ એડ્‌જયુડીકેટીંગ ઓથોરીટી કાયદાનુસાર પ્રોસીડીંગ્સ હાથ ધરી શકે છે. આઇબીસી હેઠળ એડ્‌જયુકેટીંગ ઓથોરીટી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) કાયદાનુસાર નિર્ણય કરવા સ્વતંત્ર છે.
 
latest news
મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટ હવે બંધ થાય તેવી પ્રબળ શક્યતા મેકડોનાલ્ડ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે, તે વિક્રમ બક્ષીની કોનોટ પ્લ...
પર્સનલ લોન ઉપર પ્રોસેસિંગ ફીમાં ભારે છુટછાટનો નિર્ણય રિટેલ લોન પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપવાના હેતુસર દેશની સૌથી મોટી ધિરા...