ઉત્તરીય-પશ્ચિમી રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી : તંત્ર સાબદુ

ઓરિસ્સા અને તેના આસપાસના વિસ્તારોમાં આગામી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યો સુધી ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના કારણે પુરની સ્થિતી સર્જાઇ જાય તેવી શક્યતા છે. પૂર્વીય દરિયા કાંઠાના વિસ્તારોમાં સર્જાેયેલા દબાણની અસર સૌથી વધારે ઓરિસ્સા પર થશે. પુરી અને ગોપાલપુર વચ્ચે ભેખડો ધસી પડવાની પણ ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ઓરિસ્સા, છત્તિસગઢ અને આંધ્રપ્રદેશમાં પણ ભાર વરસાદ થઇ શકે છે. દેશના ઉત્તર પશ્ચિમ મધ્ય વિસ્તારોમાં આગામી ૮-૧૦ દિવસ દરમિયાન ભારે વરસાદ થઇ શકે છે.

સરકાર તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આગામી થોડાક દિવસમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પાણીની સપાટીમાં ચિંતાજનક વધારો કરવામાં આવી શકે છે. દેશના મધ્ય અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં તેમજ પૂર્વીય અને ઉત્તરીય વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. પૂર્વીય રાજ્યમાં પહેલાથી જ પુરની સ્થિતી પ્રવર્તી રહી છે. આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડના અનેક પહાડી વિસ્તારમાં લોકો ખુશખુશાલ દેખાઇ રહ્યા છે. ભારે વરસાદના કારણે એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

પશ્ચિમી રાજસ્થાન અને હરિયાણાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જાણકાર લોકોનુ કહેવુ છે ક મોનસુનની સ્થિતી દેશમાં આ વખતે શાનદાર રહી છે. દેશના આશરે ૯૦ ટકા વિસ્તારોમાં મોનસુનના વાદળો જાવા મળી રહ્યા છે. નદીયો, પુર તથા તેના પ્રભાવના સંદર્ભમાં શોધ કરનાર સંસ્થાના લોકોનું કહેવું છે કે, પુર હમેશા મુશ્કેલરુપ તરીકે પુરવાર થાય તે જરૂરી નથી. અનેક વખત પુરના કારણે અમને અને ખેડૂતોને પણ ફાયદો થાય છે. પુરની સ્થિતી બાદ જે નવી સિલ્ક આવે છે તેના કારણે જમીન ઉપજાવ બને છે. આના કારણે ખેડૂતોને ફાયદો થાય છે.

પુરની દ્રષ્ટિથી સંવેદનશીલ વિસ્તારમાં હમેશા તૈયાર રહેવાની જરૂર છે. અમારી પાસે એક સર્વશ્રેષ્ઠ પુર ચેતવણી વ્યવસ્થા રહે તે જરૂરી છે. મંગળવારના દિવસે પશ્ચિમી રાજસ્થાન, હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો હતો. આ વખતે મોનસુનની સ્થિતી પર નજર કરવામાં આવે તો હજુ સુધીની સ્થિતી સંતોષજનક રહી છે. પૂર્વોત્તરના રાજ્યોમાં અને ખાસ કરીને આસામમાં ભારે નુકસાન થયું છે. પરંતુ એકંદરે સ્થિતી સારી રહી છે. આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope