નેહા શર્મા સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)

નેહા શર્મા બોલિવુડમાં  ટકી રહેવા માટે સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી. તે સારી ભૂમિકા કરવા માટે આશાવાદી છે.નેહા પાસે હાલમાં જે ફિલ્મો છે તેમાં તુમ બિન લાદેન-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. જે પ્રાથમિક કાર્યક્રમ મુજબ ૧૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે જારી કરવામાં આવનાર છે. તેની પ્રથમ  હિન્દી ફિલ્મ ક્રુક ૨૦૧૦માં રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે યમલા પગલા દિવાનામાં નજરે પડી હતી. તે જુદા જુદા બિઝનેસમાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ક્લોથિંગ લેબલની પણ તે શરૃઆત કરી ચુકી છે. વર્ષ ૨૦૧૦માં તે સૌથી ઝડપી આગેકુચ કરનાર લોકોની યાદીમાં સ્થાન મેળવી ગઇ હતી.  ઇમરાન  હાશ્મી સાથે ક્રુક ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અભિનેત્રી નેહા શર્માએ કહ્યુ છે કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે બોલ્ડ અને સેક્સી સીન કરવા માટે તૈયાર નથી. વર્ષ ૨૦૦૭માં તે તમિળ ફિલ્મમાં સૌથી પહેલા નજરે પડી હતી. ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૂળરીતે બિહારની નિવાસી નેહા શર્મા આડેધડ કોઇ ફિલ્મો કરવા માંગતી નથી. ભાગલપુરમાં માઉન્ટ કાર્મેલ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ તે નવી દિલ્હીમાં નિફ્ટમાં ફેશન ડિઝાન કોર્સ મારફતે આગળ વધી છે. તેરી મેરી કહાની ફિલ્મમાં તે મહેમાન કલાકાર તરીકે નજરે પડી હતી. એકતા કપુરની ક્યાં સુપર કુલ હે હમમાં તે નજેર પડી હતી. નેહા શર્માએ કહ્યુ છે કે તે સુપરમોડલ કેટ મોસને તેની ફેવરીટ ગણે છે. તેની સ્ટાઇલથી તે ભારે પ્રભાવિત રહી છે.  નેહા શર્માએ     પોતાની ફિલ્મી કેરિયરની શરૃઆત તેલુગુ ફિલ્મ સાથે કરી હતી. તે જુદી જુદી ભાષાની ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. તે કોઇ મર્યાદામાં રહેવા માંગતી નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope