ગિફ્ટ સિટી ઝિરો એક્સિડન્ટ

આંતરરાષ્ટ્રીય કક્ષાના રસ્તાઓ રહેશે

 

(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૧૦

ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગિફ્ટી સિટીનું પ્રથમ સ્વપ્ન આજે સાકાર થયુ હતુ. ગુજરાતના સૌથી ઉંચા ટાવર ગિફ્ટ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગિફ્ટી સિટી વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ તરીકે ગુજરાતને સ્થાન અપાવશે. ગિફ્ટ સિટીની વિશેષતા ઘણી છે જેમાં ઝિરો એક્સિડન્ટ સિટી, ઝિરો ડિસ્ચાર્જ સિટી, શ્રેષ્ઠ આઈસીટીની સુવિધા અને ડિસ્ટ્રિક્ટ કુલિંગ ધરાવતું એક માત્ર શહેર તરીકેની પ્રતિસ્ઠા આના લીધે ઉભી થશે. ગિફ્ટી સિટીની વિશેષતા નીચે મુજબ છે.

 

૧      ગિફ્ટ સિટી વૈશ્વિક ફાયનાન્સિયલ હબ તરીકે ગુજરાતને દુનિયામાં  અગ્રસ્થાન અપાવશે.

૨      ૮૮૬ એકર જમીનમાં આ પ્રોજેક્ટ સાકાર થશે જેમાંથી ૨૮ ટકા જમીન કોમર્શિયલ, ૨૪ ટકા જમીન માર્ગ-પરિવહન અને ૩૪ ટકા જમીન હરિયાળી જમીન તરીકે ખુલ્લી રાખવામાં આવશે. બાકીની ૧૪ ટકા જમીન સામાજિક સુવિધા અને રહેણાંક તરીકે આપવામાં આવશે.

૩      આઈએલ એન્ડ એફએસ ટાઉનશીપ એન્ડ અર્બન એસેટ લિ.દ્વારા ૭.૭૭ મિલીયન ચો.ફૂટ જમીનના બીલ્ટઅપ એરિયામાં પ્રથમ તબક્કે કામગીરી હાથ ધરાઈ છે.

૪      ગિફ્ટ સિટીમાં ભારતભરનું સૌથી વિશાળ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રદર્શન કોમ્પલેક્ષ વિકસાશે

૫      ગિફ્ટ સિટી ઝીરો એક્સીડન્ટ સિટી બનશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના રસ્તા રહેશે

૬      ગિફ્ટ સિટી ઝીરો ડિસ્ચાર્જ સીટી હશે. સિટીમાં શુદ્ધ પીવાલાયક પાણી ઘરઆંગણે નળ દ્વારા ચોવીસ કલાક મળશે.

૭      આ સિટીમાં વિશ્વકક્ષાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને સુએજ-ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં    

        આવશે.

૮      ગિફ્ટ સિટીમાં ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ ઉભી કરાશે સમગ્ર સિટી કચરાથી મુક્ત રહેશે.

૯      ગિફ્ટ સિટીમાં સતત-ગુણવત્તાયુક્ત વીજળી ચોવીસ કલાક ઉપલબ્ધ બનશે.

૧૦    સૌ પ્રથમ વખત ગિફ્ટ સિટીમાં ડિસ્ટ્રીક્ટ કૂલીંગ સિસ્ટમ સ્થાપિત થશે.

૧૧    ગિફ્ટ સિટીમાં આકાર થઈ રહેલું સમૃદ્ધિ સરોવાર ૧.૨ કિ.મી.માં ફેલાયેલું હશે. જેમાં સમગ્ર શહેરને ૧૫ દિવસ પાણી પુરવઠો મળે તેટલા પાણીનો સંગ્રહ થશે.

૧૨    આ અત્યાધુનિક સિટીમાં મલ્ટી લેવલ કાર પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવશે.

૧૩    ગિફ્ટ સિટીમાં હોસ્પિટલ, સ્કૂલ, કૌશલ્ય તાલીમ કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, હોટેલ, ક્લબ, ગોલ્ફ કોર્સ વગેરે બાંધવામાં આવશે.

૧૪    ગિફ્ટ સિટીમાં હાલ તૈયાર થઈ રહેલાં ગીફ્ટ વન અને ગીફ્ટ-૨ બંને ૨૯ માળના છે. બંને ટાવર ૧૨૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. જે ગુજરાતના સૌથી ઊંચા ટાવર છે.

૧૫    ગિફ્ટ સિટીમાં જે ઈમારતોનું બાંધકામ થશે તેમાં સૌથી ઊંચો ટાવર ડાયમંડ ટાવર હશે. ૪૦૦ મીટરથી વધુ ઊંચાઈના આ ટાવરનો આકાર ડાયમંડ જેવો હશે. ૮૦ માળના આ બિલ્ડીંગમાં વૈશ્વિક કક્ષાની સુવિધા હશે.

૧૬    ૩૬૨ મીટર ઊંચાઈનો ગેટ-વે ટાવર્સ તેમજ ટેરેસ ગાર્ડન સાથેનો ક્રિસ્ટલ ટાવર મહત્વના  

        આકર્ષણો

૧૭    પાંચ લાખ લોકોને પ્રત્યક્ષ અને પાંચ લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી મળવાની સંભાવના છે.

૧૮    ગિફ્ટ સિટીમાં ઈન્ટીગ્રેટેડ અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉભી કરાશે. બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, ટ્રાવેલેટર્સ સહિતની અદ્યતન પરિવહન સુવિધા ઉભી કરાશે.

૧૯    ગિફ્ટ સિટી ગ્રીન સિટી અને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી સિટી રહેશે.

૨૦   શ્રેષ્ઠ ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીથી સજ્જ આ સિટી હશે જેમાં હાઈસ્પીડ ફાયબર

       નેટવર્ક, લોકલ અને ઈન્ટરનેશનલ કનેક્ટીવીટી, મોબાઈલ નેટવર્ક, ડેટા સેન્ટર,વોઈસ પ્લેટફોર્મ,

        ઈન્ડસ્ટ્રી સ્પેશિફિક પ્લેટફોર્મ, ઈન્ટરનેટ ગેટ-વે, વાઈ-ફાઈ, હાઈસ્પીડ ઈન્ટરનેટ એકસેસ સહિતની

        વૈશ્વિક સુવિધા સાથે ઉચ્ચકક્ષાની ડેટા સિક્યુરિટી પણ અહીં ઉપલબ્ધ હશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope