ગિફ્ટ સિટી કુલ ૧૦ લાખ યુવાનોને રોજગારી આપશે

બીજા ૧૦૦ ટાવર આવનાર દિવસોમાં આકાર લેશે

(સંપૂર્ણ સમાચાર સેવા) ગાંધીનગર, તા.૧૦

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટીના ચેરમેન સુધીર માંકડે ૧૦૦ એકર જેટલી જમીનમાં આકાર લઈ રહેલા ગિફ્ટ સિટીની વિશેષતાઓ અંગે જણાવ્યું કે, આજે જે ટાવર કાર્યરત થયો છે એવા બીજા ૧૦૦ ટાવર આવનારા દિવસોમાં આકાર લેશે. કાર્ય કરવા અને રહેવા માટે ઉત્તમ બની રહેનારી આ સિટીમાં ૬૦ ટકા કોમર્શિયલ જગ્યા હશે જ્યારે રહેણાંક, સ્કૂલ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, શોપીંગ અને મનોરંજન માટે પણ જગ્યાઓ હશે. ગિફ્ટ સિટીમાં પાંચ લાખ યુવાનોને સીધી રોજગારી અને પાંચ લાખ યુવાનોને પરોક્ષ રીતે રોજગારી મળી રહશે. ગિફ્ટ સિટીના સ્ટેટ ઓફ ધી આર્ટ બાંધકામ વિશે સુધીરભાઈ માંકડે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીની કોઈપણ બિલ્ડીંગમાં એકન્ડીશનીંગ પ્લાન્ટ નહીં હોય, તમામ બિલ્ડીંગ માટે ડિસ્ટ્રીક્ટ કુલીંગ સિસ્ટમ કાર્યરત થઈ રહી છે. આવી સગવડ આપતી આ સાઈઝની સિસ્ટમ સમગ્ર દેશમાં પહેલીવાર હશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, છ મહિનામાં અહીં એવું ગુણવત્તાસભર પીવાનું પાણી ઉપલબ્ધ થશે કે, ગિફ્ટ સિટીમાં લોકો ડાયરેક્ટ નળમાંથી પણ પાણી પી શકશે. કચરા-વેસ્ટના નિકાલ માટે પણ આખી સિસ્ટમ બનશે. અહીંના કચરાનો અહીં જ નિકાલ થશે.

ગિફ્ટ સિટીમાં ગુણવત્તાવાળુ પીવાનું પાણી પણ મળશે

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope